શુક્રવાર, 28 જૂન, 2013

ગુરુવાર, 27 જૂન, 2013

e-Content


સૌ પ્રથમ ઉઅપર દર્શાવેલ ઈ-કંટેંટ શોર્ટકટ પર ક્લીક કરો ત્યારબાદ નીચે દર્શાવેલ 

યુઝરનેઈમ તથા પાસવર્ડ આપો. 

Username : guestuser

Password : Guest@User1

ગુરુવાર, 20 જૂન, 2013


વિદ્યાસહાયક ભરતી અંતર્ગત તા. ૧૯/૦૬/૨૦૧૩ ના  રોજ ફોર્મ

 ભરવાની ઓનલાઈન પ્રક્રિયા વિના વિધ્ને પૂર્ણ થયેલ છે.

 બિનસત્તાવાર માહિતી મુજબ તા. ૨૫/૦૬/૨૦૧૩ ની આસપાસ 

પ્રોવિઝનલ ઓનલાઈન મેરીટ યાદી  બહાર પડી શકે છે. તા

 ૦૧/૦૭/૨૦૧૩ થી તા. ૦૪/૦૭/૨૦૧૩ ની આસપાસ ફાઈનલ મેરીટ

યાદીની જાહેરાત થઈ શકે છે. ૧૫/૦૮/૨૦૧૩ થી તા. ૨૫/૦૮/૨૦૧૩

 ની આસપાસ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. અત્રે દર્શાવેલ

 તારીખ  એક શક્યતા છે. ફાઈનલ કાર્યક્રમ માટે ભરતી પ્રક્રિયા

 માટેની સરકારશ્રીની જે તે વેબસાઈટ તથા આ વેબસાઈટ જોતા 

 રહેવું.

મિત્રો -  ઓનલાઈન રીટર્ન ભરવાનું ખૂબજ સરળ છે. નાણાકીય વર્ષ  વર્ષ ૨૦૧૨ -૧૩ નું 

ઓનલાઈન ઈ - રીટર્ન ફાઈલ કરવા નીચેની લિંક પર ક્લીક કરી New User  - 

Register Now  પર જઈને individual પર ક્લીક કરી આપના પાનકાર્ડ નંબરની 

મદદથી એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ જ્યાં નોકરી કરો છો તે સંસ્થા દ્વારા 

આપવામાં આવેલ ફોર્મ નંબર  ૧૬ અથવા ૧૬ એ  લઈને ખૂબજ ઝડપથી ઓનલાઈન 

રીટર્ન ફાઈલ કરી શકાય છે.


ફાયદા -  આપના એકાઉન્ટમાં રીટર્ન તથા તેની એક્નોલેજમેન્ટ કોપી પીડીએફ 

ફાઈલમાં  તરતજ સેવ થાય છે. રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી

 મળી શકે છે. સમય તથા નાણાનો બચાવ થાય છે. ટેક્ષની વધઘટ ચૂકવણી પણ જે તે

 બેંક દ્વારા ચલણ નંબર  ૨૮૦ ( સેલ્ફ એસેસમેંટ ) તથા ચલણ નંબર ૨૮૧ ( સંસ્થા ટાન 

નંબર દ્વારા ) સરળતાથી ભરી શકાય છે. ભરેલ ચલણની તરતજ પ્રિંટ કાઢી શકાય છે. 

ફોર્મ નંબર ૨૬એએસ ( ટેક્ષ ક્રેડિટ ) જોઈ શકાય છે. 




(પાસવર્ડ - agdpp3561e13081973)

સોમવાર, 17 જૂન, 2013


ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર 7.1 ફુલ વર્જન

ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર  (IDM)  ૭.૧ ફુલ વર્જન  ડાઉનલોડ કરો.

  • સૌ પ્રથમ નીચેની લીંક પર ક્લિક કરીને ફાઈલ ડાઉનલોડ કરી લો.
    • હવે RAR ફાઈલને C Driveના Program Filesમાં Extract કરી દો.
      • હવે  ફોલ્ડરમાં IDman નામની ફાઈલ ઓપન કરો.
      • Yes,Next ક્લિક કરીને આગળ વધો.
      • નોંધ : કોઈ સીરીયલ કીની જરૂર નથી.

      શનિવાર, 15 જૂન, 2013

      પ્રેમ કરવો હોય તો આવો કરજો......

      સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો.
      પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા. ડ્યુટી પરની નર્સપોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.દાદાના અંગૂઠા પરનો ઘા જોયોબધી વિગત જોઇ. એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી. ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી.
      નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું,’દાદા ! તમારીઉતાવળનું કારણ હું પૂછી શકું?કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?’
      ના બહેન! પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે. છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે.
      પાંચ વરસથીશું થયું છે એમનેનર્સે પૂછ્યું. એને સ્મૃતિભ્રંશઅલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે. દાદાએ જવાબ આપ્યો.
      મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી.એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી.
      દાદા’ તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં?
      દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.પછી બોલ્યા,’ના ! જરા પણ નહીંકારણકે છેલ્લાં પાંચ વરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છેએ કોઇને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી !
      નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું, ‘દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છોતમે આટલી બધી કાળજી લો છોપરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?’
      દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઇ હળવેથી કહ્યું,’બેટા ! એને ખબર નથી કે હું કોણ છુંપરંતુ મને તો ખબર છેને કે એ કોણ છે?’

      સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર. એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર. જે હેતુ તેનો સ્વીકાર. જે છે તેનો સ્વીકાર.ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર !

      આલોચનાથી ડરશો નહિ

      જીવન ૫થના સાહસિક ૫થિકના માર્ગમાં ઘણા અવરોધો આવે છે. સુધારવાદીને આલોચનાનો શિકાર બનવું ૫ડે છે. જેમનો સંકલ્પ દૃઢ છે તેઓ આલોચનાઓની ૫રવા કરતા નથી અને પોતાના ૫થ ૫ર આગળ વધતા જાય છે, ૫રંતુ કમજોર મનવાળા આલોચનાથી હાર માની લે છે.
      અંગ્રેજીના પ્રસિદ્ધ કવિ કીટસે ર૩ વર્ષની ઉંમરમાં “ઇનર્ડિમિઆન” નામનું એક કાવ્ય પુસ્તક લખ્યું. પુસ્તક સાહિત્યિક દૃષ્ટિએ ઘણું ઉ૫યોગી હતું. સુમધુર ભાષામાં ગીતાને છંદબદ્ધ કરવામાં આવ્યાં હતો, ૫રંતુ કેટલાક પાઠકોએ એ પુસ્તકની બહુ તીખી આલોચના કરી, જેનાથી કીટસને બહુ દુઃખ થયું. એમનું સાહસ ટૂટી ગયું. એમનું જીવન નિરસ બની ગયું. ઘૂંટાઈ-ઘૂંટાઈને ર૭ વર્ષની નાની વયે જ તેઓ મૃત્યુ પામ્યા આ કીટસની માનસિક કમજોરી હતી.
      અંગ્રેજી સાહિત્યના જ એક બીજા કવિ ટામસ ચેટરસને ૧૮ વર્ષની નાની વયે જ કવિતા લખવાનું શરૂ કર્યું હતું. તેઓ મોટા પ્રતિભાશાળી અને મહત્વાકાંક્ષી હતા. ૫રંતુ એમની અત્યાર સુધી ઘણી આલોચના થઈ. મૃત્યુ ૫છી એમની કૃતિને બહુ સન્માન મળ્યું. મર્યાદા પુરુષોતમ શ્રી રામે ધોબીના મોંએ સીતાજીની નિંદા સાંભળીને એમને વનવાસ મોકલી દીધાં. વનમાં સીતા માતાને અપાર કષ્ટ વેઠવું ૫ડયું. શ્રી રામનું આલોચનાથી પ્રભાવિત થવું અત્યારે ૫ણ ચર્ચાનો વિષય છે. ૧૯ર૯માં અમેરિકામાં એક ત્રીસ વર્ષના યુવકને વિશ્વવિદ્યાલયનો અધ્યક્ષ નીમવામાં આવ્યો. વયોવૃદ્ધ વિદ્વાનોએ એ યુવકની ફરિયાદ કરી. કેટલાય લોકોએ એ યુવકના પિતા સામે તેની આલોચના કરી. ૫રંતુ પિતાને પોતાના પુત્રની યોગ્યતા ૫ર વિશ્વાસ હતો. આલોચના દૂધના ઉભરાની માફક સમી ગઈ અને યુવકે ઘણું સારું કામ કરી બતાવ્યું. તેણે આલોચના તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહિ.

      જીવનની ભેટ-સંજીવ શાહ

      વડોદરાના શ્રી સંજીવભાઈ શાહ ‘OASIS’નામની એક સામાજિક સંસ્થાના સ્થાપક છે. આ સંસ્થા સામાજિક વિકાસ, શિક્ષણ અને ઑર્ગેનિક ખેતીસહિતની અનેક સુંદર પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. વ્યક્તિત્વ વિકાસના વર્ગોથી લઈને સામાજિક જાગૃતિ ક્ષેત્રે આ સંસ્થાનું નોંધપાત્ર પ્રદાન છે. તેમના અનેક પ્રકાશનો પૈકી એક છે ‘જીવનની ભેટ’ પુસ્તિકા. ઈન્ટરનેટ પરની વિવિધ વેબસાઈટ્સ, ચારિત્ર્ય-ઘડતર વિષયક અનેક પુસ્તકો, સામાયિકો વગેરેમાંથી જીવનના સાચા સિદ્ધાંતો શીખવતી ખૂબ જ હૃદયસ્પર્શી વાર્તાઓનો આ પુસ્તિકામાં સમાવેશ થાય છે. રીડગુજરાતીને આ પુસ્તિકા મોકલવા માટે OASISનો ખૂબ ખૂબ આભાર. પુસ્તિકા પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આપ શ્રી સંજીવભાઈનો આ સરનામે સંપર્ક કરી શકો છો : sanjivoasis@yahoo.co.in 
      Picture 048[1] કાળો ફુગ્ગો આકાશમાં ઊડે ?
      એક મેળામાં ફુગ્ગાવાળો ફુગ્ગાઓ વેચી રહ્યો હતો. રંગબેરંગી ફુગ્ગાઓ વેચવા માટે લોકોનું ધ્યાન ખેંચવા તે થોડા થોડા સમયે એકાદ ફુગ્ગો આકાશમાં છોડી દેતો. તેને જોઈને બાળકો કિકિયારી કરતાં અને ફુગ્ગો ખરીદવા આકર્ષાતાં. આ પ્રમાણે ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવામાં વ્યસ્ત હતો, ત્યાં કોઈ તેનો ઝભ્ભો ખેંચી રહ્યું છે તેવું તેણે અનુભવ્યું. પાછું વળીને તેણે જોયું તો એક નાનકડો આદિવાસી છોકરો હતો. નજર મળતાં જ આ આદિવાસી છોકરાએ તેને પૂછ્યું : ‘તમે કાળા રંગનો ફુગ્ગો છોડશો તો તે પણ આકાશમાં ઊડશે….?’
      ફુગ્ગાવાળો ક્ષણભર વિચારમાં પડી ગયો. આ છોકરો આમ કેમ પૂછે છે ? તેની નજર છોકરાની શ્યામ ત્વચા પર ગઈ, અને તેના મગજમાં ચમકારો થયો. ફુગ્ગાવાળાએ વાત્સલ્યપૂર્વક આદિવાસી છોકરાના માથે હાથ પસારીને ઉત્તર વાળ્યો, ‘બેટા, ફુગ્ગાઓ તેમના રંગને લઈને નહીં, પણ તેમની ભીતરમાં જે હોય છે તેનાથી ઉપર જતા હોય છે.’
      [2] પુષ્પોની ભેટ
      ખાડાટેકરાવાળા રસ્તે ઉછળતી, અવાજ કરતી એક બસ જઈ રહી હતી. બસની એક સીટ પર એક વૃદ્ધ માણસ હાથમાં તાજાં પુષ્પોનો ગુચ્છો લઈ બેઠો હતો. પુષ્પોનો મઘમઘાટ હવામાં મહેકતો હતો. તે વૃદ્ધની સામે એક યુવતી બેઠી હતી. અવારનવાર તેની આંખો આ પુષ્પગુચ્છ પર આવતી અને ઠરતી. પેલા વૃદ્ધની બસમાંથી ઊતરવાની જગ્યા આવી. ઊભા થઈને અચાનક જ વૃદ્ધે પોતાના હાથમાંનાં પુષ્પો યુવતીના ખોળામાં મૂક્યાં અને તેમ કરતાં જણાવ્યું : ‘તમને આ પુષ્પો બહુ જ ગમી ગયાં છે તે હું જોઈ શકું છું. આમ તો તે હું મારી પત્ની માટે લઈ જતો હતો, પણ કદાચ તમારી પાસે એ હશે તે મારી પત્નીને પણ ગમશે. મારી પત્નીને હું કહીશ કે મેં પુષ્પો તમને આપી દીધાં.’
      યુવતીએ આભારભરી નજરોથી પુષ્પોનો સ્વીકાર કર્યો, અને પછી તેણે વૃદ્ધ મનુષ્યને બસમાંથી ઊતરતા અને કબ્રસ્તાનના એક નાનકડા દરવાજામાંથી અંદર જતો જોયો.
      [3] તમારાં ચશ્માં કોઈને કામ લાગે કે ?
      ધારો કે તમને કેટલાક દિવસોથી આંખોથી જોવામાં તકલીફ પડી રહી છે અને તેથી તમે કોઈ ચશ્માંવાળાની દુકાને જવાનું નક્કી કરો છો. ત્યાં જઈ તમે તમારી તકલીફનું વર્ણન કરો છો. તમારી તકલીફ થોડીવાર સાંભળી પેલી વ્યક્તિ પોતાનાં ચશ્માં કાઢી તમારા હાથમાં મૂકી દે છે.
      ‘આ પહેરી લો…’ તે કહે છે, ‘હું આ ચશ્માં છેલ્લાં દસ વર્ષોથી પહેરું છું અને તેણે ખરેખર મને ખૂબ મદદ કરી છે. મારી પાસે ઘરે એક વધારાનાં ચશ્માં પડ્યાં છે. હું તેનો ઉપયોગ કરીશ. તમે આ રાખી લો.’
      તમે તેણે આપેલાં ચશ્માં પહેરી લો છો, પણ તેનાથી તો તમારી તકલીફ ઉપરથી વધી જાય છે.
      ‘અરે, આ તો ભયંકર છે !’ તમે બોલી ઊઠો છો, ‘હવે તો મને કશું જ દેખાતું નથી !’
      ‘અરે, શું તકલીફ થઈ ?’ તે પૂછે છે, ‘એનાથી મને તો બરાબર દેખાય છે. જરાક વધારે પ્રત્યન કરો ને !’
      ‘હું પ્રયત્ન કરું જ છું.’ તમે ફરી કહો છો, ‘પણ બધું જ ધૂંધળું દેખાય છે.’
      ‘અરે ! તમને શું સમસ્યા છે ? હકારાત્મક રીતે વિચારો, અને પ્રયત્ન કરો ને !’
      ‘ભાઈ, મને કશું જ દેખાતું નથી.’
      ‘લોકોને કશી પડી જ નથી !’ તે બબડે છે, ‘હું તમને આટલી મદદ કરવા માગું છું અને તમે….’ કહી તેનાં ચશ્માં તે પાછાં લઈ લે છે.
      આ ચશ્માંવાળા પાસે તમે ફરી મદદ માટે જાઓ તેવી કોઈ શક્યતાઓ ખરી ? નહીં જ ને ? તો પછી ફરી કોઈને સલાહ આપતાં પહેલાં તેને બરાબર સાંભળશો, સમજશો.
      [4] જોખમ ઉઠાવવું કે નહીં ?
      ફળદ્રુપ જમીનના એક હિસ્સામાં બે બીજ બાજુબાજુમાં જ પડ્યાં હતાં.
      પહેલું બીજ કહે છે : ‘મારે ઊગવું છે ! વિકસવું છે ! મારાં મૂળિયાંને મારે મારી નીચેની જમીનમાં ઊંડે ઊંડે નાખવાં છે ને મારા ફણગાઓને મારી ઉપરની જમીનને પેલે પાર મારે મોકલવા છે ! મારી કળીઓને મારે એવી રીતે ખોલવી છે જાણે વર્ષાઋતુના આગમનની તેઓ જાહેરાત કરતી હોય ! સૂર્યના હૂંફાળા તાપને મારા ચહેરા પર મારે સંવેદવો છે ને વહેલી સવારના ઝાકળનાં ટીપાંઓને મારી પાંખડી પર મારે સ્પર્શવા છે !’
      અને આ બીજનો વિકાસ થયો.
      બીજું બીજ કહે છે : ‘મને ખૂબ ડર લાગે છે. મારા મૂળને હું નીચે, જમીનમાં મોકલીશ તો ન જાણે કેવા અંધારાનો તેણે સામનો કરવો પડશે. જો હું મારી ઉપરની સખ્ત જમીનની પેલી પાર મારા નાજુક ફણગાને મોકલીશ તો તેમને કેવું કેવું નુકશાન થઈ શકે…. મારી કળીઓ ખોલું ને જીવડાંઓ તેને ખાઈ જાય તો ? જો હું ખીલું ને કોઈ મને જમીનમાંથી જ ઉખેડી નાખે તો ? ના, ના – તેના કરતાં તો બધું જ સલામત હોય ત્યાં સુધી રાહ જોવી સારી.’
      આમ આ બીજે રાહ જોઈ.
      એક મરઘી જમીન ખોતરતી ખોરાકની શોધમાં આવી, તેને આ રાહ જોતું બીજ મળ્યું અને તે તેણે તરત પેટમાં પધરાવી દીધું.
      [5] રૂપિયાને બચાવવા કે બાળકોને ?
      મારો એક મિત્ર તેના બે નાનકડા દીકરાઓને ફનફેર જોવા લઈ ગયો. ફનફેર માટે ટીકિટબારી પાસે આવીને તેણે પૂછ્યું : ‘પ્રવેશ માટેની ટીકિટ કેટલા રૂપિયાની છે ?’
      ટીકિટબારી પરથી જવાબ મળ્યો, ‘તમારા માટે દસ રૂપિયા અને છ વર્ષથી મોટી વયના બાળકો માટે પણ દસ રૂપિયા. છ વર્ષથી નાની વયના બાળકો માટે પ્રવેશ નિ:શુલ્ક છે. તમારાં બાળકોની વય શું છે ?
      મારા મિત્રે જવાબ આપ્યો : ‘એક ત્રણ વર્ષનો છે અને બીજો સાત વર્ષનો છે એટલે મારે બે ટીકિટ જોઈએ – આ રહ્યા વીસ રૂપિયા.’
      કાઉન્ટર પરના માણસે કહ્યું : ‘કેમ ભાઈ, તમને લોટરી લાગી છે કે શું ? દસ રૂપિયા બચાવવાની જગ્યાએ ફેંકી કેમ દો છો ? તમારો બીજો દીકરો છ વર્ષનો છે એમ તમે કહ્યું હોત તો મને શું ખબર પડવાની હતી ?’
      મારા મિત્રે જવાબ આપ્યો : ‘તમને ખબર ન પડત, પણ મારાં બાળકોને તો ખબર પડત કે હું જૂઠ્ઠું બોલી રહ્યો છું. મારે એમને જૂઠ્ઠું બોલતાં નથી શીખવવું.’
      એમર્સન નામનો ફિલોસોફર કહે છે : ‘તમે જે છો તે એટલું જોરશોરથી પોકારતું હોય છે કે પછી તમે જે કહો છો તે હું સાંભળી શકતો નથી. જ્યારે પડકાર સામે હોય ત્યારે જ એ સૌથી મહત્વનું હોય છે કે તમે જેમની સાથે જીવો છો તેમના માટે સાચું ઉદાહરણ બેસાડો.’
      [6] માણસ ધારે તે કેવી રીતે કરી શકે ?
      આ કૅનેડામાં બનેલી ઘટના ત્યાંના એક નાગરિકે વર્ણવી છે :
      એક વખત ઑફિસના કામે હું બહારગામ ગયો હતો. શુક્રવારે રાત્રે હું જ્યાં ગયો હતો તે વિસ્તારમાં ભયંકર વાવાઝોડું આવ્યું જેણે વિશેષ કરીને એક શહેરમાં કેટલાય લોકોનો ભોગ લીધો અને કરોડોની માલમિલકતનું નુકશાન કર્યું. શનિવારે ઘરે પાછા વળતી વખતે રસ્તામાં એ શહેર આવ્યું. બસ ત્યાં હાઈ-વે પર થોડી વાર રોકાઈ. મેં બહાર આવીને જોયું તો સર્વત્ર વિનાશ જ વિનાશ – મોટા ભાગનાં ઘરો તૂટી ગયેલાં અને વાહનો હજુ આમતેમ ફંગોળાયેલાં નજરે પડતાં હતાં.
      તે જ રાત્રે મારો એક ડેવિડ નામનો મિત્ર પણ તે જ હાઈ-વે પરથી પસાર થયો. તેણે પણ આ ભયાનક દુર્ઘટના પોતાની સગી આંખે નિહાળી. ફક્ત મને જે વિચારો આવ્યા હતા, તેનાથી તેણે કાંઈક જુદો વિચાર કર્યો. ડેવિડ કૉમ્પ્યુનિકેશનના ક્ષેત્રે કાર્યરત એક એવી કંપનીનો પ્રમુખ હતો જેની માલિકીનાં ઘણાં રેડિયો-મથકો એ વિસ્તારમાં હતાં. ડેવિડને થયું કે આ રેડિયો સ્ટેશનોની મદદથી આપણે આ અસરગ્રસ્ત લોકો માટે કાંઈક કરી શકીએ. બીજે દિવસે ડેવિડ તેના એક બીજા મિત્ર સાથે મારી પાસે આવ્યો. બન્નેએ મને જણાવ્યું કે આપણે આ લોકોને મદદ કરી શકીએ એવું કાંઈક તો હોવું જ જોઈએ. વિશેષ કરીને વાવાઝોડાથી પાયમાલ થયેલ લોકો માટે કશુંક કરવા ડેવિડ નિશ્ચયાત્મક હતો. બીજે દિવસે ડેવિડ તેની કંપનીના બધા જ અધિકારીઓની બેઠક તેની ઑફિસમાં બોલાવી. બધાની સામે એક ચાર્ટ પર તેણે ત્રણ ‘3’ લખ્યા અને કહ્યું : ‘તમારામાંથી કેટલાને એવું ગમે કે આપણે આજથી ત્રણ દિવસમાં, ત્રણ કલાકના સમયમાં ત્રણ મિલિયન ડૉલર્સ ઊભા કરી વાવાઝોડાગ્રસ્ત વિસ્તારના લોકો માટે આપીએ ?’ તેની આ વાતથી ઑફિસમાં સોપો પડી ગયો.
      છેવટે કોઈકે કહ્યું : ‘ડેવિડ, તું પાગલ જેવી વાત કરે છે. આવું થઈ શકે તે સંભવ જ નથી.’
      ડેવિડે કહ્યું : ‘એક મિનિટ. મેં તમને એમ નથી પૂછ્યું કે આપણે આ કરવું જોઈએ કે નહીં, કે પછી આ થઈ શકે તેમ છે કે નહીં. મેં માત્ર એટલું જ પૂછ્યું છે કે આવું થાય તે તમને ગમે કે નહીં ?’
      બધાએ કહ્યું : ‘ચોક્કસ, થાય તો વળી ગમે જ ને.’
      પછી ડેવિડે ‘333’ની નીચે મોટો ‘T’ દોર્યો. તેની ડાબી તરફ એણે લખ્યું ‘આપણે આમ ન કરી શકીએ તેનાં કારણો’ અને જમણી તરફ લખ્યું ‘આમ આપણે કેવી રીતે કરી શકીએ તેના ખ્યાલો.’
      પછી તેણે બધાને સંબોધીને કહ્યું : ‘હું આ ડાબી બાજુ પર મોટી ચોકડી મારી રહ્યો છું. “આપણે આમ ન કરી શકીએ તેનાં કારણો”ની સૂચિ બનાવવા માટે આપણે સમય નહીં આપીએ. તેનો કશો ઉપયોગ નથી. આપણે જમણી બાજુ “આમ આપણે કેવી રીતે કરી શકીએ” તે માટે ઉપયોગી બધા જ આઈડીયાઝ લખીશું. જ્યાં સુધી આપણને આનો ઉકેલ નહીં મળે ત્યાં સુધી આપણે સૌ આ કમરો નહીં છોડીએ.’
      ફરી રૂમમાં શાંતિ છવાઈ ગઈ.
      છેવટે એક વ્યક્તિએ કહ્યું : ‘આપણે કેનેડામાં એક વિશેષ રેડિયો કાર્યક્રમનું આયોજન કરી શકીએ.’
      ડેવિડે કહ્યું : ‘આ સરસ આઈડીયા છે.’ અને ચાર્ટમાં જમણી બાજુ તેણે તે લખવા માંડ્યો. હજુ તેનું લખવાનું ચાલુ હતું ને કોઈકે કહ્યું : ‘આપણે કૅનેડામાં કાર્યક્રમ ન કરી શકીએ કારણ કે આપણી પાસે આખા કૅનેડામાં રેડિયો સ્ટેશન્સ નથી.’ આમ તો આ વાજબી કારણ હતું પણ તરત ડેવિડના મિત્રે કહ્યું કે, ‘આપણે બીજી કંપનીનાં રેડિયો સ્ટેશન્સને પણ આ કાર્યક્રમમાં સામેલ કરી શકીએ.’ ફરી કોઈએ જોરદાર વિરોધ નોંધાવ્યો, ‘તેઓ આપણી સાથે ગળાકાપ સ્પર્ધામાં છે. તેઓ આપણને ક્યારેય સહકાર નહીં આપે.’ આ પણ આમ તો સાચી હકીકત હતી. જે પ્રકારે સામાન્ય લોકો વિચારતા હોય છે તે રીતે પ્રતિસ્પર્ધી રેડિયો સ્ટેશન્સ એક સાથે મળી કામ કરે તે લગભગ અસંભવ ગણાતું. અચાનક કોઈએ સૂચન આપ્યું, ‘આપણે રેડિયોના બે સૌથી મોટા સ્ટાર કલાકારોને આ કાર્યક્રમના સંચાલન માટે આમંત્રણ આપીએ તો આ સંભવ બની શકે.’ – હવે કેવી ઝડપથી બેઠકમાં સર્જનાત્મક ખ્યાલો વહેવા માંડ્યા તે ખરેખર અદ્દભુત બાબત હતી.
      એક બેઠકના બે દિવસમાં તેમણે રેડિયો દ્વારા બીજાં સ્ટેશન્સનો સંપર્ક સાધ્યો. સમગ્ર કૅનેડામાં 50 રેડિયો સ્ટેશન્સ આ કાર્યક્રમનું પ્રસારણ કરવા તૈયાર થયાં. બે વિખ્યાત રેડિયો કલાકારોએ ત્રણ કલાકના કાર્યક્રમનું સંચાલન કર્યું. ત્રણ દિવસમાં ત્રણ મિલિયન ડૉલર્સ ઊભા થયા અને પેલા શહેરના લોકોને બેઠા કરવા તે દાનમાં અપાયા. સમગ્ર બાબતનો જશ કોને મળે છે તેનું મહત્વ આના કરતાં વધુ ન હોઈ શકે.
      તમે જોયું ? જો તમે તમારું ધ્યાન ‘ન કરી શકવાનાં કારણો’ કરતાં તે ‘કેવી રીતે થઈ શકે’ તેના પર કેન્દ્રિત કરો તો તમે જે ધારો તે કરી શકો છો.

      શુક્રવાર, 14 જૂન, 2013


      બાળકોને ઉપયોગી એવી શૈક્ષણિક ગેમ !!!! 

      KBC Game ડાઉનલોડ કરો અને તમારી જાતે બનાવો કોન બનેગા કરોડ પતિ ની ગેમ



      KBC. ગેમ ડાઉનલોડ કરવા અહિં ક્લિક સકરો

      બુધવાર, 12 જૂન, 2013

      સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અગાઉ જે જાહેરાત આવી હતી તે ભરતીનું મેરીટ તથા પ્રતિક્ષા યાદી જોવા નીચેની લિંક પર ક્લિક કરો


      વિદ્યાસહાયક ભરતી પૂરક જાહેરાત અંતર્ગત ભરતી શરૂ થયેલ છે. વધુ માહિતી માટે નીચે ક્લિક કરો.














      બુધવાર, 5 જૂન, 2013



      Picture


      guinness_book_of_world_records.pps
      Download File

      શ્રુતિ ફોન્ટ શું છે અને તે કેવી રીતે વાપરવા?



      શ્રુતિ ફોન્ટ શું છે અને તે કેવી રીતે વાપરવા?

      Click here to read this page in English.
      જો આપે માઈક્રોસોફ્ટ વર્ડમાં શ્રુતિ (Shruti) ફોન્ટ પસંદ કર્યો હશે અને ટાઈપ કર્યું હશે ત્યારે ગુજરાતીને બદલે અંગ્રેજી ટાઈપ થયું હશે અથવા ફોન્ટ બદલાઈ ગયો હશે; તો આપને પ્રશ્ન થયો હશે કે ગુજરાતી કેમ ટાઈપ નથી થતું ? શ્રુતિ ફોન્ટ ગુજરાતી માટે છે તો પણ ગુજરાતીને બદલે અંગ્રેજી કેમ લખાય છે ? કારણ કે શ્રુતિ ફોન્ટ યુનિકોડ ફોન્ટ છે જેનામાં અંગ્રેજી અને ગુજરાતી બેઉં ભાશાના અક્ષરો છે. એટલે વીન્ડોઝ કે લીનક્ષમાં ગુજરાતી લખવું હોય તો લેન્ગવેજ બારમાં ભાશા બદલવી પડે તો જ ગુજરાતી લખાય. આ વેબ પેજમાં યુનિકોડ ફોન્ટ શું છે અને તે વતી ટાઈપ કરવા શું જોઈએ તે સમજાવવામાં આવ્યું છે.
      જો આપને યુનિકોડ ફોન્ટ્સ શું છે તેની સમજણ હોય અને યુનિકોડ ફોન્ટ વતે ગુજરાતીમાં કેવી રીતે લખવું તેની માહિતી મેળવવી હોય તો અહિયાં ક્લિક કરો : અંગ્રેજીમાં How to Type Gujarati with Shruti Font અથવા ગુજરાતીમાં શ્રુતિ ફોન્ટ થકી કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખતાં શીખો.

      આ વેબ પેજના સારાંશ મુદ્દાઓ :

      • શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ ફોન્ટ છે. શ્રુતિ જેવા બીજા ગુજરાતીના ફોન્ટ છે Arial Unicode MS, Lohit Gujarati.
      • વીન્ડોઝમાં શ્રુતિ ફોન્ટ સ્થાપિત કરેલો હોય જ છે પણ ટાઈપ કરવું હોય તો ગુજરાતી ભાશા આધાર સ્થાપિત કરવો પડે છે.
      • શ્રુતિ ફોન્ટ પ્રાપ્ત કરવા માટે વીન્ડોઝની સ્થાપણા CD (installation CD) જોઈએ. તેમાંથી ફોન્ટ કૉપી કરી શકાય.
      • યુનિકોડ ફોન્ટ્સ સ્ક્રિપ્ટીંગ ફોન્ટ્સ હોય છે તો આપ જે ટાઈપ કરો તેને ચકાશીને આપમેળે જ યોગ્ય બદલી કરે છે; માટે અર્ધા અક્ષરો ટાઈપ કરવા સુલભ બની જાય છે.
      • શ્રુતિ ફોન્ટ કીબોર્ડ લેઆઉટ વીન્ડોઝમાં અને લીનક્ષમાં આવે છે પણ કીબોર્ડ લેઆઉટ બદલી શકાય છે અથવા પોતાનું પણ રચી શકાય છે.
      • અંગ્રેજી કીબોર્ડ દ્વારા ગુજરાતી ટાઈપ કરવું હોય તો 'ગુજરાતી ફોનેટીક કીબોર્ડ' ઉત્કૃષ્ટ ઉપાય છે.



      શ્રુતિ ફોન્ટ શું છે ?

      શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ ફોન્ટ છે જેનામાં અંગ્રેજીના અક્ષરો પણ છે. એક યુનિકોડ ફોન્ટમાં ઘણી ભાશાના અક્ષરો હોય શકે. શ્રુતિ ફોન્ટ વીન્ડોઝ XP, Vista, અને 7માં સ્થાપિત કરેલો હોય જ છે; ગુજરાતી ભાશા આધાર સ્થાપિત ના કર્યો હોય તો પણ શ્રુતિ ફોન્ટ સ્થાપિત કરેલો હોય છે. એટલા માટે ગુજરાતી ભાશા આધાર વગર ગુજરાતી વાંચી શકશો પણ ટાઈપ નહિ કરી શકો. આપ શ્રુતિ ફોન્ટ સ્થાપિત છે કે નહિ તે c:\windows\fonts\ ફોલ્ડરમાં જઈને તપાસ કરી શકો છો. બીજો ગુજરાતી યુનિકોડ ફોન્ટ છે Arial Unicode MS જે માઈક્રોસોફ્ટ ઑફીસ સાથે આવે છે પણ ઑફીસ સ્થાપિત કરો ત્યારે સ્થાપિત કરવા માટે પસંદ કરવો પડે છે નહિ તો સ્થાપિત નહિ થાય. આ ફોન્ટમાં ઘણી ખરી ભાશાઓના અક્ષરો છે.

      શ્રુતિ ફોન્ટ પ્રાપ્ત કેવી રીતે કરવો ?

      શ્રુતિ ફોન્ટ માલિકીનો (proprietary) ફોન્ટ છે અને વીન્ડોઝ સાથે આવે છે. શ્રુતિ ફોન્ટનું વિતરણ કરવું ગેરકાયદેસર છે, માટે ઈન્ટરનેટમાં શોધશો તો નહિ મળે.
      વીન્ડોઝ XP સાથે વર્ઝન 1.x આવે છે અને વીન્ડોઝ 7 સાથે વર્ઝન 5.9 આવે છે.
      જો ખરેખર શ્રુતિ ફોન્ટ વીન્ડોઝ 'XP'ના c:\windows\fonts\ ફોલ્ડરમાં ના હોય અને આપની પાસે વીન્ડોઝની સ્થાપણા CD (installation CD) હોય તો તેમાંથી પ્રાપ્ત કરી શકો છો.
      1. પહેલાં, વીન્ડોઝની સ્થાપણા CD કૉમ્પ્યુટરમાં મૂકો અને I386 ફોલ્ડર ખોલો.
        Shruti Font image
      2. પછી SHRUTI.TT_ ફાઈલ શોધો. આ ફાઈલ સંકુચિત (compressed) ફાઈલ છે. આ ફાઈલને કૉમ્પ્યુટરની હાર્ડ ડ્રાઇવમાં (hard drive) સંઘરો.
      3. પછી Command Prompt ખોલો અને જે ફોલ્ડરમાં ફાઈલ સંઘરી તે ફોલ્ડરમાં જાવ. અથવા તો 'Explorer'માં Shift દબાવીને તે ફોલ્ડર ઉપર જમનું માઉસ બટન દબાવો. પછી Open command prompt window here ક્લિક કરો તો Command Prompt તે ફોલ્ડરમાં ખુલશે.
      4. છેલ્લે, નિચેની લીટી 'Command Prompt'માં ટાઈપ કરો.
        expand -r shruti.tt_
        Shruti Font imageઆપમેળે તે ફાઈલ અસંકુચિત થઈને એ જ ફોલ્ડરમાં Shruti.ttf ફાઈલ ઉમેરાશે. આ ફોન્ટ ફાઈલનેc:\windows\fonts\ ફોલ્ડરમાં કૉપી કરવાથી ફોન્ટ સ્થાપિત થઈ જશે.
      બીજો વિકલ્પ એ છે કે ગુજરાતી ભાશા આધાર સ્થાપિત કરવાથી પણ શ્રુતિ ફોન્ટ સ્થાપિત થાય છે.

      યુનિકોડ ફોન્ટ્સ શું છે ?

      યુનિકોડ ફોન્ટ્સમાં જે અક્ષરો (characters) હોય છે તે યુનિકોડ કોડ વતી સોંપેલા હોય છે. એક લાભ એ છે કે ANSI કોડ કરતાં ઝાઝા અક્ષરો યુનિકોડ ફોન્ટ્સમાં સમાવેશ કરી શકાય. અંગ્રેજીના કીબોર્ડમાં કીસ છે તેના કરતાં ગુજરાતી અક્ષરો વધારે છે. તે માટે બધા ગુજરાતીના અક્ષરો અંગ્રેજી કીબોર્ડમાં સોંપી ના શકાય. અને અર્ધા અક્ષરો સાથે આખા અક્ષરો જોડાયેલા અક્ષરો સોંપવા તે અસંભવ છે. પરંતુ યુનિકોડ ફોન્ટ્સ વતી તે સહેલાઈથી લખી શકાય છે જ્યારે ANSI કોડ વતી અઘરું છે.
      યુનિકોડ ફોન્ટ્સ સ્ક્રિપ્ટીંગ (scripting) કરે છે તો આપ જે ટાઈપ કરો છો ત્યારે યુનિકોડ સ્ક્રિપ્ટીંગ ટાઈપ કરેલું ચકાશીને યોગ્ય બદલી કરે છે. માટે અર્ધા અક્ષરો લખવા સહેલું છે કારણ કે 'પ ુ' લખો ત્યારે આપમેળે 'પુ' થઈ જાય છે અને 'પ િ' લખો તો 'પિ' આપમેળે થઈ જાય અને 'શ ્ ચ' લખો તો 'શ્ચ' થઈ જાય છે. યુનિકોડ આધાર 'OS'માં જ હોય છે માટે ગમે તે પ્રોગ્રામમાં યુનિકોડ ફોન્ટ્સ વતી લખી શકો.
      ગુજરાતી ટાઈપ કરવા માટે અક્ષરોના યુનિકોડ કોડ જાણવાની કાંઈ જરૂર નથી, પરંતુ જો જાણવા હોય તો બધા યુનિકોડ કોડનું લખાણ અહિયાં મળશે : Gujarati Unicode Codes અને Hindi Unicode Codes. આ બધા કોડ્સ પ્રોગ્રામીંગ કરતા હોવ તો ઉપયોગી બને, અથવા તો આપ પોતાનું કીબોર્ડ રચતા હોવ અથવા ANSI ઍન્કોડીંગમાં વેબ પેજ રચતા હોવ તો ઉપયોગી બને છે.
      યુનિકોડની વિસ્તારપૂર્વક માહિતી અહિયાં મળશે : Unicode Standard and Unicode Fonts.

      શ્રુતિ ફોન્ટ વતી ગુજરાતી લખવા માટે શું જોઈએ ?

      જેમ અગાઉંથી કહ્યું તેમ શ્રુતિ ફોન્ટમાં બે ભાશાઓ છે : ગુજરાતી અને અંગ્રેજી. માટે માઈક્રોસોફ્ટ વર્ડમાં શ્રુતિ ફોન્ટ પસંદ કરશો તો અંગ્રેજી લખાશે પણ અંગ્રેજીથી ગુજરાતી ભાશા બદલશો તો ગુજરાતીમાં લખાશે. ગુજરાતી ભાશા એક્ટિવ કરવાથી ગુજરાતીની કીબોર્ડ લેઆઉટ થઈ જશે.
      Windows XPમાં પહેલાં ગુજરાતી આધાર સ્થાપિત કરવો પડે છે. પછી ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ બારમાં ઉમેરી શકાય છે.
      Windows Vistaમાં અને Windows 7માં ફક્ત ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ બારમાં ઉમેરવાનાં હોય છે.
      આ જ હોવાથી આપ ગુજરાતીમાં લખી શકશો. હા, ગુજરાતી લખવા માટે કીબોર્ડના કીસની સોંપણી તમારે શીખવી પડશે. વીન્ડોઝમાં 'ગુજરાતી' કીબોર્ડ સ્થાપિત કરેલું હોય છે તેની સોંપણી અહિયાં મળશે : default layout. આપને 'ગુજરાતી ફોનેટીક' કીબોર્ડ લેઆઉટ વાપરવી હોય તો અહિયાં ક્લિક કરો : Gujarati Phonetic keyboard layout. ગુજરાતી લખવાના નિયમો પણ જાણવા આવશ્યક છે તે અહિયાં સમજાવ્યા છે : કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખવાના નિયમો.

      ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ

      Phonetic Gujarati Keyboard

      અંગ્રેજી કીબોર્ડથી ગુજરાતી લખવું હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ ઉત્તમ ઉપાય છે. મે બનાવેલું ગુજરાતી ફોનેટીક કીબોર્ડ આપ ડાઉલોડ કરીને સ્થાપિત કરી શકો છો. આ કીબોર્ડમાં ગુજરાતી અને અંગ્રેજી અક્ષરોને સમતુલ્ય કરીને સોંપણી કરી છે. ઉપરની છબીમાં અક્ષરોની સોંપણી બતાવી છે. જુંઓ : ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપિત કેવી રીતે કરવું અને ગુજરાતી ફોનેટીક કીબોર્ડમાં અક્ષરોની સોંપણી.



      વીન્ડોઝ 'Vista'માં અથવા '7'માં ગુજરાતી ભાષા  આધાર સ્થાપીત કરો

      'XP'નાં પગલાં છે તેમ જ 'Vista'નાં અથવા '7'નાં સરખાં છે. કન્ટ્રોલ પેનલનો દેખાવ જરાક જુંદો છે. બીજું ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરેલો જ હોય છે. ફક્ત ગુજરાતી કીબોર્ડ ઉમેરવાનું હોય છે. જો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું હોય તો અત્યારે સ્થાપીત કરીને આ પગલાં ભરો.
      1. 'Vista'ના કન્ટ્રોલ પેનલમાં Regional and Language Options ક્લિક કરો અથવા 'Windows 7'ના કન્ટ્રોલ પેનલમાંRegion and Language ક્લિક કરો.
        Region and Language Settings
      2. Change keyboards... ક્લિક કરો. અહિયાં આપણે કીબોર્ડ નહિ બદલીએ પણ કીબોર્ડ ઉમેરીશું.
        Region and Language Settings
      3. પછી Add ક્લિક કરો.
        Region and Language Settings
      4. 'ગુજરાતી' ભાશા શોધી અને જે કીબોર્ડ લેઆઉટ ઉમેરવું હોય તે ચેક કરો. ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કર્યું હોય તો દેખાશે. ના દેખાતુ હોય તો સ્થાપીત કરીને અહિયાંથી પગલાં અનુસરો. બેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેરી શકાય છે.
        Region and Language Settings
      5. કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી પહેલાનું સ્ક્રિન હતું તેમાં દેખાશે.
        Region and Language Settings

      ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ સ્થાપીત કરો

      વીન્ડોઝ 'Vista'માં અને '7'માં ગુજરાતી ફોનેટીક કીબોર્ડની ફાઈલ ડાઉનલોડ કરીને ડબલ-ક્લિક કરીને સ્થાપીત કરવું.
      વાન્ડોઝ 'XP'માં પહેલાં ગુજરાતી આધાર સ્થાપીત કરીને પછી ફાઈલ ડાઉનલોડ કરીને સ્થાપીત કરવું.
      1. ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ ડાઉનલોડ કરો : Downloads.
      2. 'Winzip' અથવા 'Winrar' થકી સંકુચિત ફાઈલો કૉમ્પ્યુટરના એક ફોલ્ડરમાં અસંકુચિત કરો (uncompress).
      3. 'Setup.exe' ડબલ-ક્લિક કરો. 'Vista'માં અથવા '7'માં 'UAC prompt' ક્લિક કરવું પડશે.
      4. કંન્ટ્રોલ પેનલનાRegion and Language Options મેનુમાં જઈને Gujarati Phonetic કીબોર્ડ લેઆઉટ ઉમેરો.

      લેન્ગવેજ બાર

      ગુજરાતી કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી Alt+Shift બટન દબાવવાથી ગુજરાતી ભાશા અક્ટિવ કરાશે. લેન્ગવેજ બારને દ્રશ્ય રાખશો તો 'EN'ના બદલે 'GU' થઈ જશે. ગુજરાતીને અક્ટિવ કરવા માટે માઉસથી પણ લેન્ગવેજ બારમાં ક્લિક કરી શકાય.
      Language bar on desktopLanguage bar in taskbar
      ટેસ્કબારમાં લેન્ગવેજ બારને રાખી હોય તો ગુજરાતી ભાશા માટે 'GU' દેખાશે. જો આપે બેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા હોય તો કીબોર્ડનું આઈકોન દેખાશે અને તે ક્લિક કરવાથી કીબોર્ડ લેઆઉટ બદલી શકાય.કીબોર્ડ આઈકોન ક્લિક કરવાથી તે ભાશાના કીબોર્ડ લેઆઉટ જોવા મળે છે. ઉપરની છબીમાં 'ગુજરાતી' (જે વીન્ડીઝમાં સ્થાપીત કરેલું આવે છે) અને 'ગુજરાતી ફોનેટીક' કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા છે.