શનિવાર, 26 જુલાઈ, 2014

CLASS REGISTER VERSION 7.14



શ્રી સતનામ પટેલ દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વર્ગ શિક્ષકો માટે વર્ગ રજિસ્ટરની ખૂબજ ઉપયોગી ફાઈલ તૈયાર કરેલ છે. જે અહિ તથાwww.edusafar.com વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. જે સારસ્વત મિત્રો ને ઉપયોગી નિવડશે. 
શ્રી સતનામ પટેલ દ્વારા  સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત એક્સેલ ફાઈલ પણ સુંદર રીતે બનાવેલ છે.


મિત્રો કેટલાક સમયથી વર્ગ રજીસ્ટરની માગણી કરતા હતાં પરંતુ તેમાં કેટલાક ફેરફાર કરવાનું કામ બાકી હતું તેને સરળ બનાવવા માટે કેટલાક ફેરફાર કરવા જરૂરી હતાં હવે તે પૂર્ણ થઇ ગયેલ છે. અને આપના ઇન્તજારનો અંત આવી ગયો છે. અમો આ વર્ગ રજીસ્ટર રજુ કરતાં આનંદ અનુભવિએ છીએ કારણકે આપ મિત્રોની માગણીને સંતોષી શક્યા છીએ. આમાં બે વર્ગ રજીસ્ટર છે જેમાં એક ૭ર વિદ્યાર્થીઓમાટે અને બીજુ ૧૧ર વિદ્યાર્થીઓ માટે છે. મિત્રો આ વર્ગ રજીસ્ટરમાં હાજરી મેન્યુઅલી જ ભરવાની છે. પરંતુ આમાં જી.આર.નં.,જન્મતારીખ તેમજ વિદ્યાર્થીઓના નામની એક્યુરેશી વર્ષના અંત સુધી જાળવી શકીએ છીએ. આમાં જે તે માસમાં પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધીના વારનાનામના પ્રથમ અક્ષર આવી જાય છે.કોઇપણ માસમાં રવિવારની લીટી ઓટોમેટિક આવી જાય છે. આપ એકજ ધોરણના ચાર વર્ગ સુધીનું રજીસ્ટર સરળતાથી બનાવી શકો છો. તમો એકજ વખત નામ ચકાશીને લખ્યા બાદ દર માસે ફરથી લખવા પડતા નથી. નવા દાખલ થયેલ વિદ્યાર્થીના નામને સરળતાથી દાખલ કરી શકો છો અને સરળતાથી નામ કમીપણ કરી શકો છો. આપ કોઇપણ શીટ પર સરળતાથી જઇ શકો છો. આપને કોઇ સમસ્યા હોય તો તેના માટે હેલ્પનું બટન પણ મૂકવામાં આવેલ છે.



સોમવાર, 14 જુલાઈ, 2014

બજેટ

ઇનકમ ટેક્સમાં રાહતની લિમિટને બે લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી

હોમ લોન વ્યાજ પર ટેક્સમાં રાહત 2 લાખ રૂપિયા

સીનિયર સિટીઝન માટે 3 લાખની આવક સુધી કોઇ ટેક્સ નહીં

ટીડીએસની સાથે-સાથે એજ્યુકેશન સેસ ત્રણ ટકા કપાશે જ. જો, કોઇનો પગાર ચાર લાખ હોય તો અઢી લાખ પર છૂટ અને બાકીના દોઢ લાખ પર ટીડીએસ કપાત.

ડાયરેક્ટ ટેક્સના સરચાર્જમાં કોઇ વધારો નહીં

50 હજાર રૂપિયા વધી ઇનકમ ટેક્સની લિમિટ

ઇપીએફ કાપ માટે ન્યૂનતમ વેતન પંદર હજાર રૂપિયા
આનો અર્થ થાય છે કે 15000 રૂપિયા સુધી પગાર મેળવતાં લોકોનું પીપીએફ કાપવું નોકરીદાતાઓ માટે જરૂરી થશે. પહેલા આની લિમિટ 6500 રૂપિયા હતી.

PPFની લિમિટ વર્ષિક 1 લાખથી વધારીને 1.5 લાખ

હોમ લોનના વ્યાજ પર ટેક્સથી છૂટની લિમિટ વધારીને બે લાખ કરવામાં આવી

3% એજ્યુકેશન સેસ સતત રહેશે

ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સીમાં છૂટની સીમાં 1.5 લાખ કરવામાં આવી

નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. નાણામંત્રી અરૂણ જેટલી પાસેથી ઇનકમટેક્સમાં આવકની મુક્તિ મર્યાદામાં આશા રાખી હતી જે તેમણે પૂરી કરી છે. ઇનકમ ટેક્સમાં આવકની મુક્તિ મર્યાદા રૂપિયા 50000 વધારીને 2 લાખની જગ્યાએ 2.50 લાખ રૂપિયા કરાઇ છે. બજેટમાં નાણાપ્રધાને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નાણાખાધને 4.1 ટકા લાવવાની મોટી જાહેરાત કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં તૈયાર થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. 200 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત ગુજરાતના રૂર્બન મોડલને દેશભરમાં લાગુ કરવાની જાહેરાત પણ કરી છે.

મોદી સરકારે પોતાના પહેલા બજેટમં મદરેસાઓના આધુનિકરણ માટે રૂ. 100 કરોડની ફાળવણી કરી છે. નવી પાંચ IIT -પાંચ IIM શરૂ કરવાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે. મોદીનું મોડેલ ગુજરાત આ બજેટમાં જોવા મળ્યું હતું.
 
નાણાપ્રધાને રજૂ કરેલા બજેટની તમામ અપડેટ

અપ્રત્યક્ષ કર (કસ્ટમ ડ્યુટી)

 
* ફેટી એસિડેટ, ફૂડ, પામ્સ પર કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી
* મિથાઈલ આલ્કોહોલ પર આયાત જકાતને ઘટાડાની 2.5 ટકા કરવામાં આવી
* ક્રૂડ તેલ પરની આયાત જકાત પાંચ ટકા કરવામાં આવી
* ટીઆરટીવી ટ્યુબની આયાત જકાતમુક્ત
* એલસીડી-એલઈડી (19 ઈંચથી ઓછા) કરમુક્ત
* સ્ટેનલેસ સ્ટિલ પાઈપ્સ, (ભારતના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા) કસ્ટમ ડ્યુટીના દરને પાંચ ટકાથી વધારી 7.5 ટકા કરવામાં આવ્યો
* પવન ઊર્જાના ઉપયોગ માટે કર ટકાવારીને દસ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી. વીજ ઉત્પાદનના અન્ય સાધનો પરની ટકાવારીમાં ઘટાડો કરવામાં આવ્યો. જેથી સસ્તી થશે.
* ગ્લિસરીન પરની આયાત જકાત ઘટાડવામાં આવતા સાબુ અને સૌંદર્ય પ્રસાધનની ચીજો સસ્તી થશે
* તૂટવા માટે આવેલા જહાજો ઉપર બેઝિક કસ્ટમ ડ્યુટી 5 ટકા હતી જે 2.5 ટકા થશે
* હાલમાં સેમી ડાયમંડ અને રો ડાયમંડ પર કોઈ કર નથી. તેવી જ રીતે અન્ય રત્નો પર 2.5 ટકા કર હતો. જેને નાબુદ કરવામાં આવ્યો
 
અપ્રત્યક્ષ કર (એકસાઈઝ ડ્યુટી)
 
* સોલાર ફોલોવેટિક સેલ્સને એકસાઈઝ ડ્યુટીમાંથી મુક્તિ
* સિગારેટ 11 ટકાથી વધારીને 72.
* તમાકુ, પાનમસાલા,ચ્યુઈંગ તમાકુ અને ગુટખા પર એકસાઈઝ ડ્યુટી વધતા મોંઘા બનશે
* એરેટેડ બ્રેવરેજીસ પર પાંચ ટકાનો કર
* લિગ્નાઈટની આયાત પર ક્લિન એનર્જી સેસ લાદવામાં આવ્યો.

અપ્રત્યક્ષ કર (સેવા કર)
 
* એરકન્ડિશન મેઈનટેન્સ કોન્ટ્રાક્ટ્સ પર સેવાકર ફરી લાગૂ
* ઈન્ડિયન ટુર ઓપરેટર્સ ફોરેનર્સને જે સેવાઓ આપશે તેની ઉપર સેવા કર નહીં લાગે
* કોટનના સંગ્રહ, પરિવહન વગેરે પર સેવા કર સમાપ્ત
* તમામ પચાસ હજાર નીચેના જીવન વિમાઓને સેવાકરમાંથી મુક્તિ
* રેડીઓ ટેક્સીઝ પર સેવાકર
* ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ પર સેવાકર
* 13 નવા એરપોર્ટ્સ પર ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે કસ્ટમ્સ 24*7 સેવા આપશે.

પ્રત્યક્ષ કર
 
* કરના દરમાં કોઈ ફેરફાર નહીં
* નાના અને સિમાંત કરદાતાઓને માટે કર છૂટને રૂ. બે લાખથી અઢી લાખ સુધી વિસ્તારવામાં આવી. જેમની ઉંમર સાંઈઠથી નીચે હોય
* કોર્પોરેટ અને વ્યક્તિગત કરને માટે કોઈ ફેરફાર નહીં
* એજ્યુકેશન અને બીજા સેસ યથાવત રહેશે
* સ્થાનિક રોકાણને લાંબા ગાળા માટે વિસ્તારવા માટે 80-સી હેઠળ છૂટને રૂ. એક લાખથી દોઢ લાખ કરવામાં આવી
* મધ્યમ અને નાના ઘરના લોકોના લોનભારણને માટે વ્યાજ પર છૂટની મર્યાદા રૂ. 1.5 લાખથી રૂ. 2 લાખ કરવામાં આવી.
* સિનિયર સિટિઝન્સને માટે રૂ. 2.5 લાખથી છૂટ વધારીને રૂ. 3 લાખ કરવામાં આવી.
* ભારતીય કંપનીઓને વિદેશી એકમમાંથી આવતી આવકની ઉપર માત્ર પંદર ટકાનો કર દર.
* લાંબાગાળાના મ્યુચ્યુઅલ ફંડના લાભના દરને (36 મહિનાઓ) 20 ટકા કરવામાં આવ્યો.
* છ વધુ આયકર સેવા કેન્દ્ર ઊભા કરાશે. 

બુધવાર, 9 જુલાઈ, 2014

આજની તારીખમાં ૧૯૯૮ પછી ફાજલ રક્ષણ લંબાયેલ છે તેવો કોઈજ પરિપત્ર થયેલ નથી.

આજની તારીખમાં ૧૯૯૮ પછી ફાજલ રક્ષણ લંબાયેલ છે તેવો કોઈજ પરિપત્ર થયેલ નથી. 

ચાલુ નોકરી દરમિયાન અવસાન પામતા બિનસરકારી (ગ્રાન્ટેડ) અધ્યાપન / બાલ અધ્યાપન મંદિરના વર્ગ-૩ અને વર્ગ-૪ના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના આશ્રિત કુંટુબને ઉચ્ચક નાણાંકીય સહાય ચૂકવવા બાબત.

સરકારી‌ કચેરીઓ, વગેરેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છબિ પ્રદશિઁત કર​વા બાબત​.

Medical-Branch-Call-Letter-for Admission Shedule 10/07/14 To 12/07/14

શુક્રવાર, 4 જુલાઈ, 2014

New Press note For TAT Secondary 2014



નમસ્કાર મિત્રો, આપ રાધા મહેતાને ઓળખો છો...ગુજરાતનું ગૌરવ વક્તવ્ય આપવાની એની કળાથી પ્રભાવિત થયા વિના રહી ન શકિએ.તો મિત્રો રાધા મહેતાના નવા વક્તવ્યના વિડિયો તમે યૂ ટ્યૂબ પર જોઈ શકશો જુઓ અને શેર કરો