સી.સી.સી. પરીક્ષા સાહિત્ય

GTU CCC Exam Useful Mobile Apps

GTU  CCC  Exam Usefull Mobile Apps

GTU CCC  Exam Usefull Mobile Apps
નમસ્કાર
           ઘણા મિત્રો અત્યારે GTU CCC  Exam  તૈયારી કરતા હશે તેમને મનમાં કદાચ એવા પણ  પ્રશ્ન થતો  હશે કે પ્રેકટીકલ માટે  વિડીયો દ્વારા સમજ  મેળવી પણ  થીએરીમાં કેવા પ્રશ્નો પુછાય છે તેની તૈયારી કયાથી કરાવી ? તો મિત્રો અમારી  વેબ સાઈટ  Edusafar પર  CCC  Exam  ભરપુર સાહિત્ય છે. થીએરી માટે ધો 4 થી 8 ની નવનીત પ્રકાશનની  બુક એક વાર જરૂર વાંચી લેવી।  
         ઘણા મિત્રોની ઈચ્છા  કે મોબાઈલથી ક્વીઝ રમી શકાય તેવી GTU CCC  Exam Usefull Mobile Apps  હોય તો સારું તો મિત્રો તેના માટે થોડું googling  કર્યું તો એક સરસ મજાની GTU CCC  Exam Usefull Mobile Apps મળી ગયી  GTU CCC  Exam Usefull Mobile Apps ને PASS KARO વેબસાઈટ   દ્વારા તૈયાર કરવામાં  આવી છે તો તેની મજા તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી તમે પણ  તૈયાર કરી શકશો  તેને GOOGLE PLAY STORE  માંથી ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 


RTO Driving Licence Test Apps

RTO Driving Licence Test Apps


RTO Driving Licence Test Apps
RTO દ્વારા લેવામાં આવતીRTO Driving Licence Test  Apps સરળતાથી પાસ કરવા માટે સત્વ સોલ્યુશન્સ દ્વારા મફત મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. 

તમે પોતાની મરજી હોય ત્યારે મોબાઈલ નાં માધ્યમથી પ્રશ્નો ની તૈયારી કરી શકીએ છીએ તો મિત્રો રાહ શાની જોવો છો તમે RTO Driving Licence Test  Apps  ગુગલ પ્લે સ્ટોર માં ડાઉનલોડ કરી શકો છો તમને RTO Driving Licence Test  Apps માં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રશ્નો મળશે.

RTO Driving Licence Test એપ્સને ડાઉનલોડ નીચેની લીંક પર ક્લિક કરો  

https://play.google.com/store/apps/details?id=india.Driving_Licence_Test_RTO

CCC Related Question-Answer

CCC Exam Related Question and Answer

CCC Exam Related  Question and Anwer
નમસ્કાર 

ઘણા મિત્રો CCC Registrationને લગતા ઘણા પ્રશ્નો ફોનથી પૂછાતા હોય છે CCCRegistration  ને લગતા પ્રશ્નો એના એજ હોય છે પણ ફક્ત પૂછનાર બદલાતા હોય છે,  
તો દરેક મિત્રને CCCRegistrationમાં ઉપયોગી  બને તેવા કેટલાક પ્રશ્નો અને તેના જવાબ અહી રજુ કરું છું.  જે આપને  જરૂર ગમશે.

Qus-1. CCC Registration કઈ વેબ પર જઈને કરી શકાય ?
Ans-   CCC Registration માટે  ccc.gtu.ac.in છે.

Qus-2 CCC Registration કર્યા તેનું  ફોર્મ કેવી રીતે ભરી શકાય ?
Ans-   CCC Registration કર્યા તેનું  ફોર્મ ભરવા માટેનો વિડીયો જોવો અહી ક્લિક કરો 
Qus-3 CCCRegistration કર્યા પછી તેનું ચલન કેવી રીતે કાઢવું ?
Ans-  CCC Registration કરી તેના ચલન કાઢવા માટેનો વિડીયો જોવો ક્લિક કરો  

Qus-4 CCCRegistration ફોર્મ  સાથે કયા ડોક્યુમેન્ટ  જોડીને GTU ને મોકલવા ?
Ans- CCC Registration ફોર્મ  સાથે ચલનકે ઓનલાઈન પેમેન્ટની કોપીઅસલી કોપી + ઓળખના પુરાવા માટે ચુંટણી કાર્ડપણ કાર્ડડ્રાઈવિંગ લાઈસન્સઆધારકાર્ડ માંથી કોઈ  એક પુરાવો ડોક્યુમેન્ટ  જોડીને GTU ને મોકલવા.

Qus-5  બધા  આધાર પુરાવા ( ડોક્યુમેન્ટ) GTUને  કયા સરનામે મોકલવા ?
Ans-   GTUને  નીચેના  સરનામે મોકલવા 
            The Registrar,
            Gujarat Technological University
            Nr.Vishwakarma Government Engineering College
            Nr.Visat Three Roads, 
            Visat - Gandhinagar Highway
            Chandkheda, Ahmedabad
            Gujarat

Qus-6  CCC Exam  કેટલા માર્કસે પાસ ગણાય   ?
Ans-   CCC Examમાં  થીયેરી  અને  પ્રેક્ટીકલ એમ  બંને વિભાગમાં પાસ થવું જરૂરી છે.  દરેક  વિભાગમાં  પાસ થવા માટે  ઓછામાં ઓછા 25 માર્ક્સ લાવવા જરૂરી છે. 

Qus-7  કોઈ CCC Exam  વર્ષમાં પાસ કરે અને તેને નવું પગારધોરણ 2009 મળવા પાત્ર હોય તો તેનો લાભ  વર્ષથી મળે કે 2009 થી ?
Ans-   મારું જાણ  મુજબ  લાભ  તમે CCC  Exam  પાસ કરો એટલે જયારથી નવું પગાર ધોરણ મળવા પાત્ર હોય તે વર્ષથી(2009) મળે.

GTU CCC Practical Exam Usefull Gujarati Indic Input (shruti)

GTU CCC  Practical Exam Usefull Gujarati Indic Input (shruti) 

GTU CCC Practical Exam Usefull Gujarati  Indic Input (shruti)

જે મિત્રો GTU ની CCC Practical Exam ની તૈયારી કરતા એ એ દોસ્તો માટે Gujarati  Indic Input (shruti)   ની જરૂર પડે છે. ગુજરાતી ટાઈપીંગ માટે આ Gujarati  Indic Input (shruti)   ઉપયોગી બનશે. જેના દ્વારા સરળતાથી ગુજરાર્તી ટાઈપીંગ કરી શકાશે. 
Gujarati  Indic Input (shruti) તમારા કમ્પ્યુટરમાં ઈસ્ટોલ  કર્યા ચાલુ કરવા માટે Alt + Shift  કી દબાવીને શરુ કરી શકશો અને બંધ કરવા માટે પણ Alt + Shift  બંધ કરી શકાશે. તો મિત્રો તમારા કમ્પ્યુટરમાં Gujarati  Indic Input (shruti)  નાં હોય તો નીચેની લીંક  પરથી ડાઉનલોડ  કરી તમે પણ ગુજરાતી ટાઈપીંગની મજા માની શકશો.

Gujarati  Indic Input (shruti) Vista/Windows-7 32 Bit Click here

Gujarati  Indic Input (shruti) Vista/Windows-7 64 Bit Click here

Gujarati  Indic Input (shruti) Windows XP 32 Bit Click here

Gujarati  Indic Input (shruti) information click here

thanx for http://bhashaindia.com

CCC Registration Video and short cut tips

CCC Registration Video

CCC Registration Video

મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી ત્રણ તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે CCC Registration હજુ પણ ઘણા મિત્રો તેની પદ્ધતિ થી અજાણ  છે


CCC Registration  ઝડપી બને તેની કેટલાક ઉપાય
1.     CCC Registration કમ્પ્યુટર કરતા મોબાઈલ ઝડપી થશે (ભલે નેટ 2G રહ્યું) 
2.    GTUની  CCC Registration ની વેબ પર જે દિવસે CCC Registration થવાનું હોય તેના સમય (11.30A.M ) દરમિયાન સતત રીફ્રેશ કરતા રહો. 
3.    CCC Registration જયારે ચાલુ (થોડી જ સેકન્ડોમાં ) ત્યારે તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy  કરીને રાખવો અને CCCRegistration ચાલુ થાય ત્યારે જ્યાં મોબાઈલ નંબર નાખવાનો હોય ત્યાં Paste  કરી દેવો 
4.    CCCRegistration  માટે પાસવર્ડમાં તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy  કરી રાખેલ  હોય તેને  Paste  કરી દેવો જેથી સમય ના બગડે।
5.  બીજું જે મિત્રોને અત્યારે CCC  સર્ટીફીકેટની જરૂર ના હોય તેમણે અત્યારેCCC Registration ના કરવું જેથી જે મિત્રોને તાત્કાલિક  નવું પગારધોરણ  લેવાની જરૂર હોય  તે મિત્રો CCC Registration  કરી શકે.
6. હજુ પણ બીજા પણ CCC Registration નાં તબ્બકા આવશે માટે કેટલાક ધંધાદારી  લોકો પાસેથી ઉચા ભાવે CCC Registration નો એપ્લીકેશન નાં ખરીદવું 
7.   મિત્રો ઉપરના પગલાને તમે ધ્યાનમાં લેશો તો તમારું CCCRegistration જરૂર કરી શકશો 
CCC Registration શોર્ટ કટ લિંક   http://ccc.gtu.ac.in/PreRegistration.aspx

Problem of CCC registration

CCC Registrationની મુઝવણ 

 CCC Registration's Problem
                         મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી ચાર તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે પણ હજુ પણ મિત્રો નો નંબર લાગ્યો નથી. ઘણા મિત્રો વોટ્સએપ્પ અને ફોન કોલથી સતત પૂછાતા હોય છે  CCC Registration અમારું  CCC Registration થતું નથી આ વખતે માત્ર ત્રણ મિનીટમાં  CCC Registration થઇ ગયું તો આને માટે આપણે શું કરી શકીએ   CCC Registration હવે બજારમાં લોકો 500-3000 Rs  વેચે અને જેને નવું પગાર ધોરણ કે બઢતી જરૂર છે તેમને  CCC Registration થતું જ  નથી તો તેવા મિત્રો માટે બધા (અમે અને તમે) ભેગા મળીને GTU  email  કરી જેથી કરીને તેમની આંખ ઉઘડે જો કે આમાં GTU નો કોઈ વાકા નથી પણ તેમની જે  CCC Registrationની સીસ્ટમ તેનો વાંક છે.
આપ નીચેના લખાણની કોપી કરી આ ત્રણ Mail I D  પર એક ઇમૈલ જરૂર કરશો 
(1) info@gtu.ac.in 
(2) registrar@gtu.ac.in 
(3) ccc@gtu.edu.in

 આદરણીય મહોદયશ્રી 

          આપની GTU દ્વારા સરકારી કર્મચારીઓ માટે  CCC Exam માટેની  Registration  વ્યવસ્થા શરુ કરવા બદલ આપના આભારી છીએ કારણ કે ઘણા લાંબા સમયથી ITI દ્વારા  CCC Examની કોઈ જ પરીક્ષા લેવા આવતી ન હતી અને પોલીટેકનીક દ્વારા CCC Exam લેવાની બંધ કરેલ હોવાને  કેટલાય કર્મચારીઓનું પ્રમોશન અટકેલું પડ્યું હતું
 આપની GTU  દ્વારા  જે CCC Exam નું ઓનલાઈન Registration  કરવામાં આવે છે તે માત્ર 10000ની સખ્યાનું હોવા છતા માત્ર ત્રણ મિનીટ કે તેનાથી પણ ઓછા સમય પૂરું થઇ જાય છે તેના પરિણામ જે સરકારી કર્મચારીને CCC Exam  આપવાની હોય તે રહી જાય છે તે માટે આપ દોષિત છો તેવું નથી પણ મારા મત મુજબ જે અત્યારે CCC Registration સીસ્ટમ ગોઠવવામાં આવી તેની ખામી છે પણ   ખરાબી નથી 
જેના પરિણામે જે સરકારી કર્મચારીને CCC Exam  આપવાની  હોય  તેમણે  CCC Registration ફરજીયાત બજારમાંથી સાયબર કાફે કે કેટલાક લેભાગુ પાસેથી કાળા બજારમાં 1000થી 3000Rs  ખરીદવું પડે છે 
તો સાહેબશ્રી આવું નાં બને અને ખરેખર જેને જુરુરિયાત છે તેવા  સરકારી કર્મચારીને CCC Exam નું  Registration  થઇ શકે તે માટે કેટલાક ઉપાયો જણાવું જો આપણે ગમે તો તે બાબતે ઘટતી કાર્ય વાહી કરશો 
(1)  CCC Registration માં  મોબાઈલ નંબરની સાથે સાથે જેમને  CCC Registration કરવાનું હોય તેનું પુરુ નામ અને જન્મ તારીખ ઓપસન હોય  અને આ નામ અને જન્મતારીખમાં  પાછળ જયારે આપણે  CCCનું પૂરું ફોર્મ ભરતી વખતે જે રજીસ્ટર મોબાઈલ નંબર ફેરફાર નથી કરી શકાતો તેમ નામ અને જન્મ તારીખમાં પણ ફેરફાર નાં થાય જેથી કોઈ  કાળા બજાર કરવા લોકો ખોટું  CCC Registration નહિ કરી શકે.
(2)  CCC Registration માં  મોબાઈલ નંબરની સાથે સાથે જેમને  CCC Registration કરવાનું હોય ત્યાં ખાતામાં  દાખલ તારીખ રાખવી તેથી CCCનું પૂરું ફોર્મ ભરતી વખતે જે રજીસ્ટર મોબાઈલ નંબર ફેરફાર નથી કરી શકાતો તેમ ખાતામાં દાખલ  તારીખમાં પણ ફેરફાર નાં થાય અને તેમાં જેથી  જેમે વહેલી જરૂર હોય તેનુજ CCC Registration થાય.
(3) CCC Registration માં શક્ય હોય તો જીલ્લા વાર રાખી શકાય હા તેમાં 10000 ને 1000 ની સખ્યા રાખી શકાય 

 બસ સાહેબશ્રીં જો ઉપરના ઉપાયો આપ ધ્યાને લેશો તો જે સરકારી કર્મચારીને પ્રોમોશન માટે CCC Registration  કરવાનું તે સરળતાથી કરી શકાશે અને તેને બાજારમાંથી કોઈ કાળા બજારીયા પાસેથી ઉચા ભાવે ખરીદવું નહિ પડે 
આ મૈલ કરવાનો આશય  આપને માત્ર જાણ કરવા માટે હતો  નહિ આપણે શિખામણ આપવાનો। સાહેબ આપની જાના સારું જણાવું કેટલાક સાયબર કાફે અને કેટલાક લેભાગુ જે દિવસે CCC Registration હોય તે 10થી 15 જાણનું CCC Registration કરી ઉચા ભાવે વેચે છે 

બસ એજ          સહકારની આ સાથે। .................................આવજો                                                                          

મિત્રો ઉપરના કાળા અક્ષરનાં લખાણ ને કોપી કરી તથા હા આના સિવાય કોઈ ઉપાય હોય તે પણ ઉમેરી    ઉપરના ત્રણ મૈલ ID  પર મોકલવા વિનંતી  તમારું નામ લખવાનું ભૂલતા નહિ આ બાબતે આપનું અભિપ્રાય કોમેન્ટ બોક્ષ જરૂર આપશો

CCC Practial book

CCC Practical  Book 

CCC Practical Book
નમસ્કાર
દોસ્તો આપ અત્યારે CCC Exam ની તૈયારી  કરી રહ્યા હશો. એજ્યુસફર પર મુકેલા વિડીયો દ્વારા આપે સારી એવી સમજ મેળવી હશે આજે થોડું નેટ સર્ફિગ કરતા એક CCC Practical Book ની PDF મળી પણ તે કોપી રાઈટ કરેલ હોવાથી તેના મૂળ  લેખક  karo pass  ટીમના રાજુભાઈ રાઠોડએ એજ્યુસફરને અહી મુકવાની  સહમતી આપી તે  અહી આપની સમક્ષ રજુ કરું છું
હા કોઈ બ્લોગર મિત્રો આ CCC Practical Book ની PDF  તેમના બ્લોગમાં મૂકવાને બદલે આ પોસ્ટની લીનક આપી શકે છે  જો ડાયરેક લીનક નાં આપવા માગતા બ્લોગર મિત્રો તેના મુળ  લેખકની પરવાનગી લેવી જરૂરી છે 
CCC Practical Bookની PDF   karo pass  ટીમ તૈયાર કરેલ આ અગાઉ  karo pass  ટીમ દ્વારા તૈયાર કરેલ મોબાઈલ માટે  CCC QUIZ Apps  આપનાં  માટે અહી મુકેલ હતી  જે આપને  ખરેખર ઉપયોગી થઇ હશે આ CCC QUIZ Apps અને CCC Practical Bookની PDF તૈયાર કરવા માટે KARO PASS  ટીમના રાજુભાઈ રાઠોડ અને ચિરાગભાઈ ગોધાણીનાં આપણે  આભારી છીએ

CCC Practical Book click here








CCC ની ઓન લાઇન પરીક્ષા આપી તમે જાણી શકો કે તમે  પરીક્ષા માટે તૈયાર છો કે નહિં તમે તમારું રિઝલ્ટ પણ જાણી શકો છો.





CCC પરિક્ષા સાહિત્ય







ગુજરાતી પીડીએફમાં સીસીસી.માર્ગદર્શન

ગુજરાતી ઈન્ડીક ઇન્સ્ટોલ કરવા માટે માર્ગદર્શન 

સીસીસી પ્રશ્ન પેપરનાં નમૂના 

સીસીસી પરીક્ષાની 1 ક્વિઝ

સીસીસી પરીક્ષાની 2 ક્વિઝ

સીસીસી પરીક્ષાની 3 ક્વિઝ

સીસીસી પરીક્ષાની 4 ક્વિઝ

સીસીસી પરીક્ષાની 5 ક્વિઝ

સીસીસી પરીક્ષાની 6 ક્વિઝ

CCC રજીસ્ટ્રેશન ફોર્મ

સીસીસી ઑનલાઇન ક્વિઝ રમો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો