શનિવાર, 26 જુલાઈ, 2014

CLASS REGISTER VERSION 7.14શ્રી સતનામ પટેલ દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વર્ગ શિક્ષકો માટે વર્ગ રજિસ્ટરની ખૂબજ ઉપયોગી ફાઈલ તૈયાર કરેલ છે. જે અહિ તથાwww.edusafar.com વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. જે સારસ્વત મિત્રો ને ઉપયોગી નિવડશે. 
શ્રી સતનામ પટેલ દ્વારા  સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત એક્સેલ ફાઈલ પણ સુંદર રીતે બનાવેલ છે.


મિત્રો કેટલાક સમયથી વર્ગ રજીસ્ટરની માગણી કરતા હતાં પરંતુ તેમાં કેટલાક ફેરફાર કરવાનું કામ બાકી હતું તેને સરળ બનાવવા માટે કેટલાક ફેરફાર કરવા જરૂરી હતાં હવે તે પૂર્ણ થઇ ગયેલ છે. અને આપના ઇન્તજારનો અંત આવી ગયો છે. અમો આ વર્ગ રજીસ્ટર રજુ કરતાં આનંદ અનુભવિએ છીએ કારણકે આપ મિત્રોની માગણીને સંતોષી શક્યા છીએ. આમાં બે વર્ગ રજીસ્ટર છે જેમાં એક ૭ર વિદ્યાર્થીઓમાટે અને બીજુ ૧૧ર વિદ્યાર્થીઓ માટે છે. મિત્રો આ વર્ગ રજીસ્ટરમાં હાજરી મેન્યુઅલી જ ભરવાની છે. પરંતુ આમાં જી.આર.નં.,જન્મતારીખ તેમજ વિદ્યાર્થીઓના નામની એક્યુરેશી વર્ષના અંત સુધી જાળવી શકીએ છીએ. આમાં જે તે માસમાં પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધીના વારનાનામના પ્રથમ અક્ષર આવી જાય છે.કોઇપણ માસમાં રવિવારની લીટી ઓટોમેટિક આવી જાય છે. આપ એકજ ધોરણના ચાર વર્ગ સુધીનું રજીસ્ટર સરળતાથી બનાવી શકો છો. તમો એકજ વખત નામ ચકાશીને લખ્યા બાદ દર માસે ફરથી લખવા પડતા નથી. નવા દાખલ થયેલ વિદ્યાર્થીના નામને સરળતાથી દાખલ કરી શકો છો અને સરળતાથી નામ કમીપણ કરી શકો છો. આપ કોઇપણ શીટ પર સરળતાથી જઇ શકો છો. આપને કોઇ સમસ્યા હોય તો તેના માટે હેલ્પનું બટન પણ મૂકવામાં આવેલ છે.ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો